ડિજિટલ કરન્સી વહેલી ચલણમાં આવવાની શક્યતા

નવી દિલ્હી, તા. 5 : સરકાર ડિજિટલ ચલણ એટલે કે નોટ ચાલુ કરવાની જાહેરાત કરે અને બજારમાં ડિજિટલ નોટ ઉપલબ્ધ બને તેમાં કોઈ મોટી વાત નથી. વાસ્તવમાં આર્થિક બાબતો અંગેના સચિવના વડપણ હેઠળની સમિતિએ પોતાનો ડ્રાફ્ટ રિપોર્ટ સરકારને સુપરત કરી દીધો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે હવે સરકારે ડિજિટલ નોટ રજૂ કરવા માટે ગંભીરતાપૂર્વક વિચારણા કરવી જોઈએ.
આ મુદ્દે નાણામંત્રાલય બને તેટલી વહેલી તકે આરબીઆઈ સાથે મિટિંગ કરશે અને વડા પ્રધાનની કચેરીને મળીને તે અંગે આખરી નિર્ણય લેશે. અગર જો આ ડિજિટલ કરન્સી ચલણમાં આવે તો નાણાકીય લેવડ-દેવડના બાબતે બદલાવ આવી શકે છે. આના લીધે કાળાં નાણાં પર ભીંસ વધશે. કમિટીના ડ્રાફ્ટ રિપોર્ટમાં જણાવાયું છે કે ફિઝિકલ રૂપિયા સામે ઇલેક્ટ્રોનિક નોટ પણ રજૂ કરવી જોઈએ. ડિજિટલ નોટ રજૂ કરવા પર અને તેના સર્ક્યુલેશન પર આરબીઆઈનો કન્ટ્રોલ હોવો જોઈએ. ડિજિટલ કરન્સીના સ્રોત, લેતી-દેતી વગેરે ગુપ્ત રાખવી જોઈએ.
ડિજિટલને કારણે વિદેશમાં લેણ-દેણની જાણકારી મેળવવી સરળ બની રહેશે.
બિટકોઇન જેવી ખાનગી ક્રિપ્ટો કરન્સી પર નિયંત્રણ મૂકવું જોઈએ અને ખાનગી ક્રિપ્ટો કરન્સી રાખવાને આર્થિક અપરાધ તરીકે જાહેર કરવું જોઈએ. અત્રે ઉલ્લેખનીય એ છે કે ડિજિટલ કરન્સી ડિજિટલ ઇલેક્ટ્રોનિક રૂપે રજૂ કરતી હોય છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer