દેશ-વિદેશનાં શૅરબજારોમાં ગાબડાં

મુંબઈ, તા. 5 : દેશ-વિદેશનાં શૅરબજારોમાં ગાબડાંની સ્થિતિએ સ્થાનિક બજારમાં પણ ઘટાડો આજે આગળ વધતો જણાયો હતો. અમેરિકાનાં બજારો ગઈકાલે તો એશિયન બજારો આજે સવારે નોંધનીય તૂટતાં જણાયાં હતાં. ઉપરાંત આજે રિઝર્વ બેન્ક વ્યાજદર વિશે શું નિર્ણય આપે છે તેના પર નજર રહી સાવચેતી પણ જણાતી હતી. આની અસરે આજે સવારે 10.04 વાગે બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનાએ 228 પોઈન્ટ તૂટી 35,905ની તો નિફ્ટી 79 પોઈન્ટના ઝડપી ઘટાડાએ 10,789ની સપાટીએ ઊતરી ગયા હતા. સેન્સેક્ષ31 ક્રીપ્ટમાંથી 26માં નરમાઈ રહી હતી. માત્ર ઓએનજીસી, એનટીપીસી, અદાણી પોર્ટ્સ, એ. પેઈન્ટસ અને એસબીઆઈના શૅર્સ વધ્યા હતા. તો આગેવાન શૅરો તાતા મોટર્સ, તાતા સ્ટીલ, ઇન્ડસઇન્ડ બૅન્ક, આઈટીસી અને મહિન્દ્રા-મહિન્દ્રાના શૅર્સ ઘટયા હતા.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer