મસ્જિદ બંદર મેવા-મસાલાના વેપારીઓ કરશે શ્રીગણેશ

મસ્જિદ બંદર મેવા-મસાલાના વેપારીઓ કરશે શ્રીગણેશ
ઓનલાઈન શોપિંગનો મુકાબલો કરશે રિટેલર્સ
 
મુંબઈ, તા. 5 : ઓનલાઇન શોપિંગને કારણે નાના વેપારીઓ હવે ગ્રાહકોની રાહ જોતા રહી મંદીનો સામનો કરી રહ્યા છે. તેઓએ હવે આ સમસ્યાનો અલગ પદ્ધતિએ સામનો કરવાની રૂપરેખા તૈયાર કરી છે. જેમાં મસ્જિદ બંદર પરના મેવા-મસાલાના વેપારીઓ સ્થાનિક બજારમાં પોતાની ``માર્કેટ પ્લેસ'' બનાવી રહ્યા છે.
આ વિષયે શુક્રવારે તેની વિધિસરની જાહેરાત થશે. વાસ્તવમાં દિવાળીના તહેવારોમાં મંદીની સમસ્યા નડી એટલે આ પગલું લેવાઈ રહ્યું છે. મુંબઈ મેવા-મસાલા મર્ચન્ટ ઍસોસિયેશનના અધ્યક્ષ યોગેશ ગણાત્રાએ કહ્યું હતું કે આ ઓનલાઈન પ્લેટફૉર્મની ખાસિયત એ હશે કે અમારા ગ્રાહકોને જાણકારી રહેશે કે તેઓ તેમની પાસેથી સામાન ખરીદી કરી રહ્યા છે અને આ સાથે સારી ક્વૉલિટીની પણ જાણ મળશે અને અમને અમારો માલ વેચવા માટે એમેઝોન જેવા વચેટિયાને કમિશન પણ આપવું નહીં પડે.
આ વેપારીઓને ઓનલાઈન માર્કેટ પ્લેસથી `યુઝર ફ્રેન્ડલી' બનાવવા માટે ટ્રેનિંગ આપી રહેલા મનોજ કોટકના કહેવા મુજબ ઓનલાઈન રિટેલર્સ થકી સસ્તો માલ-સામાન આ વેચાણ થકી બનાવાયેલી તેઓની મૉનોપૉલી તોડવા આ પદ્ધતિ અસરકારક બની શકે છે. બધા સાથે આવવાથી આ પ્રકારે કામકાજ હાથ ધરવાનો ખર્ચ બચશે કારણ કે તે આપસમાં વહેંચાઈ જશે. આ વેપારીઓ પાસે પોતાનો સામાન વેચવાની આગવી પદ્ધતિ પણ હશે જેમાં દુકાનનો ખર્ચ સમાવિષ્ટ નહીં હોય. ઍસોસિયેશન તેની ``કલેકિટવ'' કંપની બનાવશે જે માટે ડેવલપર ટ્રેનિંગ આપશે.
રિટેલર્સ ઍસોસિયેશન અૉફ ઇન્ડિયાના સીઈઓ રાજગોપાલને પૂછવામાં આવ્યું હતું કે ઇ-કોમર્સના મોટા ખેલાડીઓનો મુકાબલો કરવાનું આ ઘરેલુ પદ્ધતિએ કેટલું સફળ રહેશે? ત્યારે તેમણે પ્રત્યુત્તર આપ્યો કે આમ સ્થાનિક સ્તરે ઓનલાઈન માર્કેટ પ્લેસ નિર્ધારિત થાય છે અને તેના પર ગ્રાહકોનો ટ્રાફિક, વિસ્તારિત સૂચનો અને સાચી પદ્ધતિ એક ઉપયોગી મુદ્દો બની રહે છે.
આ એક નાવીન્યપૂર્ણ પદ્ધતિ છે પણ તેમાં વધુમાં વધુ જોડાણ- યુતિની જરૂરિયાત વિશેષ રહે એમ તેમણે ઉમેર્યું હતું. જેમાં કે વેપારી વધુમાં વધુ
સહયોગ કરીને ટેક્નોલૉજી અને લોજિસ્ટિકના ઉપયોગ થકી સ્પષ્ટ વિવરણ આપે તો તેની હરીફાઈ કોઈ કરી શકે એમ નથી. કારણ કે આખરે તેઓ પાસે જતા ગ્રાહકો સાથેનાં સંબંધો કે જોડાણની મોટી તાકાત રહેલી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer