તમારા આઈટી રિટર્નના ફોર્મમાં મોટા ભાગની વિગતો સરકાર ભરીને તૈયાર રાખશે

તમારા આઈટી રિટર્નના ફોર્મમાં  મોટા ભાગની વિગતો સરકાર ભરીને તૈયાર રાખશે
`િપ્ર-ફિલ્ડ ફોર્મ'ને લીધે રિટર્ન ભરવું સરળ બનશે
નવી દિલ્હી, તા.5 : કરદાતાઓને ટૂંક સમયમાં આવક વેરા રિટર્ન ભરવામાં સરળતા રહેશે. સેન્ટ્રલ બોર્ડ અૉફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)ના ચૅરમૅન સુશીલ ચંદ્રએ જાહેરાત કરી છે કે ટૂંક સમયમાં `િપ્ર-ફિલ્ડ' ફોર્મ રજૂ થશે.
આ નવું ફોર્મ શરૂ થયા બાદ આવક, આવકનો સ્રોત અને અંગત વિગતો આવક વેરા વિભાગ દ્વારા ભરાશે. કરદાતાએ આ ફોર્મમાં સહીં કરવાની રહેશે, જેથી સમયમાં બચતમાં થશે, તેમ જ સરકારની પ્રક્રિયા ઝડપી બનશે, એમ ચંદ્રાએ કોન્ફોડેરેશન અૉફ ઇન્ડિયા (સીઆઈઆઈઆઈ) દ્વારા આયોજિત એક ઈવેન્ટ સમયે કહ્યું હતું. 
તેમણે ઉમેર્યું કે, આ ઉપરાંત કર વિભાગ આકારણીની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પણ પ્રયત્ન કરી રહી છે. અમે અઠવાડિયાની અંદર રિટર્નની પ્રક્રિયા પૂર્ણ કરી દેશું. સરળ રિટર્ન ભરવાના ફોર્મેટમાં $50 લાખ સુધીની આવક ધરાવતા કરદાતાઓ માટે એક પાનાનો દસ્તાવેજ હશે, આથી ફોર્મ ઝડપથી નોંધાવી શકાશે. પૅન નંબર પણ ચાર કલાકમાં પ્રદાન કરવા માટેના પ્રયત્નો ચાલુ છે. 
કર ચોરીની ચકાસણી બાબતે તેમણે કહ્યું કે, ચકાસણી માટે ફક્ત 0.5 ટકા કેસને જ હાથ ધરવામાં આવ્યા છે. તપાસ અંતર્ગતના 70 હજાર જેટલા કેસનો અૉનલાઈન નિકાલ કરવામાં આવ્યો છે. ફક્ત ખાસ સંજોગોમાં જ વ્યક્તિએ આવક વેરાની અૉફિસમાં આવવું પડશે. 
ટેકનૉલૉજીના વપરાશના બાબતે ચંદ્રાએ જણાવ્યું કે, આવક વેરા વિભાગ ટૅક્સના પ્રિ-પેમેન્ટ, રિટર્નનું ફાઈલીંગ, રિફંડ, કેસની પસંદગી અને તપાસ અંતર્ગતના કેસના નિકાલ માટે ડેટા એનાલિટિક્સનો ઉપયોગ કરી રહી છે. ટેકનૉલૉજી અને ઈ-એસેસમેન્ટની પ્રક્રિયામાં કેટલીક વિસંગતીઓ છે. તપાસ માટેની મર્યાદાને વધારવામાં આવી છે. $20 લાખ સુધીના ટૅક્સ માટે આવક વેરા કાયદા અંતર્ગત કોઈ કેસ થશે નહીં. આવક વેરા રિટર્ન્સની સંખ્યામાં વધારો માત્ર વ્યક્તિગત કરદાતાઓ દ્વારા જ નહીં પરંતુ કોર્પોરેટ ક્ષેત્રમાં પણ નોંધાયો છે.

Published on: Thu, 06 Dec 2018

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer