`િમશેલ હવે રહસ્યો ખોલશે કે તેણે કોના માટે ``કામ'''' કર્યું હતું'' : મોદી

`િમશેલ હવે રહસ્યો ખોલશે કે તેણે કોના માટે ``કામ'''' કર્યું હતું'' : મોદી
વીવીઆઈપી હેલિકૉપ્ટર ડીલ-નેશનલ હેરાલ્ડ કેસ સંદર્ભે રાહુલ-સોનિયા પર પીએમના પ્રહાર
નવી દિલ્હી, તા. પ:  ઓગસ્ટાવેસ્ટલેન્ડ ચોપરના રૂ. 3,600 કરોડના સોદાના કથિત વચેટીઆ ક્રિશ્ચિઅન મિશેલના પ્રત્યાર્પણે, કોંગ્રેસ પર પ્રહાર કરવા ભાજપને નવો દારૂગોળો પૂરો પાડયો છે. હવે આ બ્રિટીશ નાગરિક, તેણે જે જે રાજકારણીઓના કામ કરી આપ્યાં છે તે વિશેના રહસ્યો છતાં કરશે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું. રાજસ્થાનની ચૂંટણીના પ્રચારના આજના અંતિમ દિવસે પાલી જિલ્લાના સુમેરપુર ખાતે રેલી ંસંબોધતાં તેમણે નેશનલ હેરાલ્ડ અને ઓગસ્ટાવેસ્ટલેન્ડ  કૌભાંડ સંદર્ભે કહ્યું હતું કે કોંગ્રેસ પક્ષ રોષિત થયો છે, કારણ કે એક ચાયવાલા ગાંધી પરિવારને કોર્ટમાં ખેંચી ગયો છે.(કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને તેમનાં માતા સોનિયા ગાંધીના સંદર્ભે) તેમણે કહ્યું કે જામીન પર છૂટેલાઓને રાજસ્થાન સોંપી ન શકાય.
ઈટાલિયન પેઢી ફિન્મેકાનિકાની બ્રિટીશ પાંખ ઓગસ્ટાવેસ્ટલેન્ડ પાસેથી ચોપરખરીદીના સોદાના 3 કથિત વચેટીઆ પૈકીના મિશેલને પ્રત્યાર્પણથી ગઈ મધરાતે ભારત લાવવામાં આવ્યો છે અને  તે હવે તપાસનીશો પાસે કેટલાક રહસ્યસ્ફોટ કરશે, બીજી તરફ નેશનલ હેરાલ્ડ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીના '11-'12ના વર્ષના વેરાની આકારણી પુન:ખોલવા સર્વોચ્ચ અદાલતે આઈટી વિભાગને છૂટ આપી છે. (નેશનલ હેરાલ્ડ કેસમાં આ માતા-પુત્રને '1પના ડિસે.માં ખટલા કોર્ટે જામીન આપ્યા હતા)
ચોપર ખરીદીનો કોન્ટ્રેકટ ઓગસ્ટાવેસ્ટલેન્ડની તરફેણમાં આવે તે માટે અધિકારીઓ અને રાજકારણીઓને લાંચ આપનાર કથિત વેચાટીઆ મિશેલના સંબંધે મોદીએ જણાવ્યું હતું કે ચોપરકેસની તપાસમાં એક શકમંદ શખસ (મિશેલ) હાથ લાગ્યો જે દલાલીનું કામ કરતો હતો, દેશના નામદારના મિત્રોને કટકી આપતો હતો. તેમનો ખયાલ રાખતો હતો. ઈંગ્લેન્ડનો આ નાગરિક ભાગીને દુબઈમાં રહેતો હતો. હથિયારોનો સોદાગર હતો. હેલિકોપ્ટરોના ખરીદ વેચાણમાં દલાલી કરતો હતો. 
નેશનલ હેરાલ્ડ કેસ સંદર્ભે મોદીએ કહ્યુ હતું કે સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે તેઓની (ગાંધી માતા-પુત્રની) તમામ ફાઈલો ચકાસવા કેન્દ્ર સરકારને હક છે. કરોડો રૂ.ના ગોટાળા, આઈટીમાં ફર્જી કંપનીઓના નામે ગોટાળા, તેમની સરકારના કાર્યકાળની તમામ ફાઈલો બંધ, માતા-પુત્રની ફાઈલો બંધ. તેમના સમયમાં એવા એવા રાગ દરબારી થયા જેઓએ ત્રણ પેઢીઓ સુધી મલાઈ ખાધી.
 

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer