પેપર લીક : મુખ્ય સૂત્રધાર સોલંકીની ધરપકડ

અમદાવાદ, તા. 6 : લોકરક્ષક દળની પરીક્ષામાં મુખ્ય સૂત્રધાર કહેવામાં આવતા યશપાલસિંહ સોલંકીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઊંઘમાંથી જ યશપાલને દબોચી લીધો છે. મહિસાગર જિલ્લાના વીરપુર ગામ ખાતેથી યશપાલની ધરપકડ કરી લેવામાં આવી છે. યશપાલની સાથે આ કાંડમાં અત્યાર સુધી કુલ 13 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. યશપાલસિંહ સોલંકી 11 મહિનાના વડોદરા કૉર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર કામ કરે છે, તેમ જ છેલ્લી 21 સપ્ટેમ્બર પછી તે નોકરી પર આવ્યો નથી. તેનો કોન્ટ્રાક્ટ પણ પૂરો થવામાં જ હતો. પેપર લીક કાંડ બાદ તેનો મોબાઈલ નંબર પણ બંધ થઈ ગયો હતો. યશપાલસિંહ ફાઈલેરિયા શાખામાં હેલ્થ વર્કર તરીકે કામ કરતો હતો. વડોદરા કૉર્પોરેશનના ડે. કમિશનર એસ. કે. પટેલે જણાવ્યું હતું કે 8મી અૉગસ્ટના રોજ યશપાલની 11 મહિનાના કોન્ટ્રાક્ટ પર ભરતી થઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer