હાઉસિંગ લોન: બૅન્કો વધુ રાહત આપશે

હાઉસિંગ લોન: બૅન્કો વધુ રાહત આપશે
મુંબઈ, તા. 6 : એપ્રિલ 2019થી હોમલોનના દર અંગે બૅન્કો કરતાં વધુ અસરકારક નિર્ણય માર્કેટ્સ કરશે જે મુદ્દો નાણાં ઊછીના લેનારા માટે આવકાર્ય બની રહેશે. ગઈકાલે રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે પહેલી એપ્રિલ 2019થી બૅન્કો માટે બધા જ ફલોટિંગ લોનદરને બાર્હીય બેન્ચમાર્ક સાથે સાંકળી લેવાનું ફરજિયાત બનશે. આ લોનદરમાં વ્યક્તિગત અને નાના બિઝનેસ સુધીનાને આવરી લેવાના હોય છે. આમ તો રિઝર્વ બૅન્ક જ્યારે વ્યાજદર ઘટાડશે ત્યારે તમામ બૅન્કોએ લોનના દર કોમન બેન્ચમાર્કની સમકક્ષ કરવા પડશે.
આ બેન્ચમાર્ક આરબીઆઈનો રેપોરેટ પણ હોઈ શકે. આપણે લોન બાબતે પારદર્શિતા વધે તે તરફ વધી રહ્યા છીએ. આ સિવાય આપણે બેઝ રેટથી ધિરાણદરના સાધારણ ખર્ચને આવરી લેવા તરફ વધી રહ્યા હતા. વધુમાં આ ઉદ્દેશને પરિપૂર્ણ કરવા બૅન્કો માટે એપ્રિલ'19 પછી વ્યક્તિગત અને એફએમઈ લોનને સાંકળી લેવા તરફ આગળ વધી રહ્યા છીએ, એમ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નર એન.એસ. વિશ્વનાથને જણાવ્યું હતું. આ જોતાં ખરેખરો વ્યાજદર બેન્ચમાર્ક વત્તા બૅન્કો દ્વારા પસંદ કરાતો ગાળો દર્શાવતો હશે જે લોનની મુદત સુધી અસરકર્તા રહેશે. લાંબી મુદતની હોમલોન લેનારાઓની ચિંતા એ છે કે બૅન્કો નવા ગ્રાહકોને આકર્ષવા ફલોટિંગ દરમાં ચાલાકીપૂર્વકની અૉફર કરતી હોય છે જેમાં જૂના ગ્રાહકો માટે વ્યાજદરમાં કાપકૂપ મૂકતી નથી. આમ `એકસ્ટર્નલ બેન્ચમાર્ક'નો ઉપયોગ કરવા દ્વારા માર્કેટ દરોમાંના ફેરફારો બધી જ હોમલોનમાં પ્રતિબિંબિત થશે.
દેશમાં સિટી બેન્ક માત્ર એવી બૅન્ક છે જે હોમલોન માટે એકસ્ટર્નલ બેન્ચમાર્કનો ઉપયોગ કરે છે. આ વર્ષના માર્ચમાં બૅન્કે હોમલોન સ્કીમ રજૂ કરી હતી જેમાં વ્યાજનો દર સરકારના 91 દિવસના ટ્રેઝરી બિલ સાથે સાંકળી લેવાયો હતો. આમ વ્યક્તિગત, રિટેલ અને એમએસએમઈ લોનના દરને તમામ ફ્લોટિંગ દર સાથે જોડવામાં આવશે. જેમાં લોનના દરને સૂચવવામાં આવેલા ચાર એકસ્ટર્નલ બેન્ચમાર્ક પૈકી કોઈ એક સાથે લિંક કરવો પડશે.
રિઝર્વ બૅન્ક ડિસેમ્બરના અંતે આખરી માર્ગરેખા જાહેર કરશે. આ પગલાંથી લોન કેટેગરીમાં સ્ટાર્ન્ડડાઈઝેશન વધશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer