મહામાનવને વંદન : ચૈત્યભૂમિ પર ઊમટયો ભીમસાગર

મહામાનવને વંદન : ચૈત્યભૂમિ પર ઊમટયો ભીમસાગર
મુંબઈ, તા. 6 : ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે તેમનું અભિવાદન કરવા લાખો અનુયાયી ચૈત્યભૂમિ ભણી જઈ રહ્યા છે. બુધવાર રાતથી જ દાદર રેલવે સ્ટેશન પરની ગિરદી વધવા લાગી છે. રાજ્યના ખૂણેખૂણેથી ભારે સંખ્યામાં અનુયાયીઓ મુંબઈ પહોંચી રહ્યા છે.
ચૈત્યભૂમિ પર સવારથી જ અનુયાયીઓની લાંબી લાંબી કતાર મહામાનવને વંદન કરવા લાગી ગઈ છે.  કોઈ પણ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે ભારે સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ત્યાં મૂકવામાં આવ્યો છે. લાખોની સંખ્યામાં આવનારા આંબેડકરના અનુયાયીઓને અગવડ પડે નહીં તે માટે મુંબઈ મહાપાલિકાએ શિવાજી પાર્ક મેદાનમાં સુવિધા માટેની મોટી વ્યવસ્થા કરી છે.
તસવીરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્લામેન્ટ હાઉસમાં આજે ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer