માધુરી દીક્ષિત ભાજપ વતી પુણેમાંથી ચૂંટણી લડે એવી શક્યતા

માધુરી દીક્ષિત ભાજપ વતી પુણેમાંથી ચૂંટણી લડે એવી શક્યતા
મુંબઈ, તા. 6: લોકસભાની '19ની ચૂંટણીમાં ભાજપ, પૂણેના લોકસભા મતવિસ્તારમાંથી અભિનેત્રી માધુરી દીક્ષિત-નેને (51)ને ઉમેદવાર તરીકે ઉભી રાખવા ગંભીરપણે વિચારતો હોવાનું પક્ષનાં સૂત્રો જણાવે છે. આ વર્ષના જુનમાં ભાજપ પ્રમુખ અમિત શાહ પક્ષના સમર્થન માટે સંપર્કના કાર્યક્રમ દરમિયાન માધુરીને તેમના નિવાસે જઈ મળ્યા હતા અને મોદી સરકારની સિદ્ધિઓની ઝલક આપી હતી. હમ આપકે હૈ કૌન, દિલ તો પાગલ હૈ, સાજન અને દેવદાસ સહિતની ફિલ્મોમાં ઝળકેલી માધુરીનું નામ પૂણે લોકસભા બેઠક માટે શોર્ટલિસ્ટ કરાયાનું રાજ્ય ભાજપના એક સિનિયર નેતાએ જણાવ્યું હતું.
ભાજપએ લોકસભાની કેટલીક બેઠકોના સંભાવ્ય ઉમેદવારોની યાદીને અંતિમ ઓપ આપવાની પ્રક્રિયા આદરી છે.
'14ની લોકસભા ચૂંટણીમાં ભાજપએ કોંગ્રેસ પાસેથી પૂણેની લોકસભા બેઠક આંચકી લીધી હતી અને તેના ઉમેદવાર અનિલ શિરોલે 3 લાખ મતોની સરસાઈથી વિજયી થયા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer