ઈંગ્લૅન્ડમાં વીમાનાં નાણાં માટે પત્નીની હત્યા કરનારા ગુજરાતીને આજીવન કેદ

`ગે' પ્રેમી સાથે જીવન વિતાવવા માગતો હતો
 
લંડન, તા. 6 : અૉસ્ટ્રેલિયામાંના પોતાના `ગે' પ્રેમી સાથે નવું જીવન શરૂ કરવા પત્નીનાં 20 લાખ પાઉન્ડનાં જીવન વીમાની રકમનો ઉપયોગ કરી શકાય એ માટે પત્નીની હત્યા કરવા માટે ભારતીય મૂળના ફાર્માસિસ્ટને યુકેની અદાલતે બુધવારે આજીવન કારાવાસની સજા કરી હતી.
પત્ની જેસિકા (34)ની હત્યા કરવા માટે કોર્ટે મિતેશ પટેલ (37)ને કસૂરવાર ઠરાવ્યો હતો અને તેને પેરોલ અંગે વિચાર કરી શકાય એ પહેલાં 30 વર્ષ જેલમાં ગાળવાનો આદેશ આપ્યો હતો.
ઇંગ્લૅન્ડના મિડલ્સબરો ખાતે મે મહિનામાં આ દંપતીના નિવાસસ્થાન ખાતેથી જેસિકાની લાશ મળી આવી હતી.
પટેલે પત્નીની હત્યા કરી હોવાનો ઇનકાર કર્યો હતો અને એવી દલીલ કરી હતી કે પત્નીની ઘરમાં ઘૂસેલા ચોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી, જોકે સરકારી પક્ષે તેની આ દલીલ માન્ય કરી નહોતી. પટેલ ડૉ. અમિત પટેલ સાથે તેનું બાકીનું જીવન વિતાવતા માગતો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer