રોકડની ખેંચનો ભય : નબળાં વૈશ્વિક પરિબળો, રૂપિયો ઘસાતાં શૅરબજાર તૂટયાં

રોકડની ખેંચનો ભય : નબળાં વૈશ્વિક પરિબળો, રૂપિયો ઘસાતાં શૅરબજાર તૂટયાં
વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 6 : વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાનો માહોલ તૈયાર થવાની એશિયન શૅરબજારોમાં ભારે વેચવાલી વચ્ચે ડૉલર સામે રૂપિયો ફરીથી નબળો પડવાની શરૂઆત થતાં તેમ જ વિદેશી રોકાણકારોએ ભારે વેચવાલી કરતાં શૅરબજારોમાં આજે ભારે વેચવાલી નીકળી હતી. પરિણામે સેન્સેક્ષ 572 પૉઈન્ટ્સ ઘટી 35312 અને નિફટી 181.75 પૉઈન્ટ્સ તૂટી 10601ના સ્તરે બંધ આવ્યો હતો.
આજના કડાકામાં ફાઈનાન્શિયલ, મેટલ અને અૉઈલ-ગૅસ સેકટરના શૅર્સનું ધોવાણ થયું હતું, જ્યારે આરબીઆઈની નાણાનીતિથી રોકડ પ્રવાહિતાને અસર થવાના ભયથી આજે બૅન્કિંગ શૅર્સમાં ચોમેર વેચવાલી રહેતા સેન્સેક્ષ ઇન્ટ્રાડેમાં 600 પૉઈન્ટ્સથી વધુ તૂટયો હતો. જોકે, નિફટી 10600નું સ્તર જાળવી રાખવામાં સફળ થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer