ઇન્સ્ટાગ્રામ પર દોઢ કરોડ ફોલોઅર્સ સાથે મોદી સૌથી લોકપ્રિય નેતા

ઇન્સ્ટાગ્રામ પર દોઢ કરોડ ફોલોઅર્સ સાથે મોદી સૌથી લોકપ્રિય નેતા
`વિરુષ્કા' સાથેની તસવીર દુનિયામાં અતિપ્રિય
 
નવી દિલ્હી, તા. 6 : કોઇને કોઇ મુદ્દે વિશ્વભરમાં ચર્ચાના કેન્દ્રમાં રહેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇન્સ્ટાગ્રામ પર સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. તેમના ફોલોઅર્સની સંખ્યા સૌથી વધુ છે. 
ઇન્સ્ટાગ્રામ પર મોદીને એક કરોડ 48 લાખ લોકો ફોલો કરે છે. મોદી પછી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડો એક કરોડ 20 લાખ ફોલોઅર્સ સાથે બીજા સ્થાન પર છે.
ઓનલાઇન પ્લેટફોર્મ ટ્વિપ્લોમસી દ્વારા જારી કરાયેલી યાદી અનુસાર અમેરિકાના રાષ્ટ્રપતિ ત્રીજા સ્થાને છે. ડોનાલ્ડ ટ્રમ્પના એક કરોડ ફોલોઅર છે.
વધુમાં ટીમ ઇન્ડિયાના સુકાની વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્મા સાથે વડાપ્રધાનની તસવીર કોઇ નેતાએ પોસ્ટ કરેલી દુનિયાની સૌથી પસંદગીની તસવીર બની ગઇ છે.
ઉપરાંત વિશ્વ આર્થિક મંચથી પહેલાં બર્ફિલા દાવોસમાં બસ સ્ટોપ પર ઊભેલા મોદીની તસવીર વિશ્વની બીજી સૌથી પસંદગીની તસવીર બની ગઇ છે.
ટ્વિપ્લોમસીનો અહેવાલ નોંધે છે કે મોદી ટેકનિકની ભારે સમજ ધરાવે છે. તેમણે 2015માં ફોલોઅર્સને નવીનતમ જાણકારી, દૈનિક ગતિવિધિઓની જાણકારી આપવા `નમો એપ' લોન્ચ કરી હતી. તેનાથી પણ મોદીની લોકપ્રિયતા વધી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer