તેલંગણ ચૂંટણીમાં જ્વાલા ગટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ

તેલંગણ ચૂંટણીમાં જ્વાલા ગટ્ટાનું નામ મતદાર યાદીમાંથી ગાયબ
નવી દિલ્હી, તા. 7 : પૂર્વ ભારતીય બેડમિન્ટન એલાડી જ્વાલા ગટ્ટા જ્યારે તેલંગણ વિધાનસભા ચૂંટણી માટે મત આપવા પહોંચી ત્યારે મતદાન કેન્દ્ર ઉપર યાદીમાં જ્વાલાનું નામ જ ગાયબ હતું. ગટ્ટાએ પોતે આ જાણકારી ટ્વિટર મારફતે શેર કરી હતી.  આ સાથે સવાલ પણ કર્યો હતો કે શું હકીકતમાં ચૂંટણી યોગ્ય રીતે થઈ રહી છે? જ્વાલા ગટ્ટાએ પોતાનું નામ યાદીમાં ન હોવાની જાણકારી આપતાની સાથે સોશિયલ મીડિયા ઉપર અન્ય લોકોએ પણ પોતાની સાથે મતદાર યાદીમાં નામ ન હોવાની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. ત્યારબાદ જ્વાલા ગટ્ટાએ એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં સ્પષ્ટતા કરી હતી કે 3 અઠવાડિયા પહેલા ઓનલાઈન તપાસ કરતા યાદીમાં નામ હતું પણ મતદાન કેન્દ્રએ પહોંચતા યાદીમાંથી નામ જ ગાયબ હતું. આવી જ રીતે પરિવારના અન્ય સભ્યોના નામ પણ મતદાર યાદીમાં ન હોવાની વિગત આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer