આગામી પ્રવાસમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા અૉસ્ટ્રેલિયાની બીસીસીઆઈને અપીલ

આગામી પ્રવાસમાં ડે-નાઈટ ટેસ્ટ રમવા અૉસ્ટ્રેલિયાની બીસીસીઆઈને અપીલ
એડિલેડ, તા. 7 : ભારત સામેની શ્રેણી પહેલા ટેસ્ટ ક્રિકેટમાં દર્શકોની કમીને ધ્યાને લઈને ઓસ્ટ્રેલિયાએ બીસીસીઆઈએ ડે-નાઈટ ટેસ્ટના વિરોધ ઉપર ફરીથી વિચાર કરવાની અપીલ કરી છે. ઓસ્ટ્રેલિયાએ બીસીસીઆઈને કહ્યું હતું કે, આગામી પ્રવાસ દરમિયાન એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમાવો જોઈએ.  ઓસ્ટ્રેલિયાના અધિકારીઓના કહેવા પ્રમાણે એડિલેડ ટેસ્ટના પહેલા દિવસે મેદાનમાં 23802 દર્શકો પહોંચ્યા હતા જે 2013માં મેદાનના પૂન: નિર્માણ બાદ સૌથી ઓછી સંખ્યા છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના મુખ્ય કાર્યકારી અધિકારી કેવિન રોબર્ટસે કહ્યું હતું કે, એડિલેડમાં ડે-નાઈટ ટેસ્ટ રમાશે તો દર્શકોની સંખ્યા વધી શકે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer