હોકી વિશ્વકપમાં પાકને ઝટકો : રિઝવાન બહાર, અમ્માદ ઉપર પ્રતિબંધ

હોકી વિશ્વકપમાં પાકને ઝટકો : રિઝવાન બહાર, અમ્માદ ઉપર પ્રતિબંધ
અમ્માદ બટ ઉપર મલેશિયાના ખેલાડી સાથે ખોટી રીતે ટકરાવા બદલ એક મૅચનો પ્રતિબંધ
 
ભુવનેશ્વર, તા. 7 : પાકિસ્તાનની હોકી ટીમને પુલ ડીના અંતિમ મેચ પહેલા મોટો ફટકો પડયો છે અને અમ્માદ બટને એક મેચ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય હોકી સંગઠને અમ્માદ ઉપર એક મેચનો પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે હવે અમ્માદ નેધર્લેન્ડ સામેનો મેચ રમી શકશે નહી. આ ઉપરાંત મોહમ્મદ રિઝવાન પણ ફેક્ચરના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થયો છે. 
અમ્માદ બટ મામલે હોકી સંઘે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, મલેશિયા અને પાકિસ્તાન વચ્ચે મુકાબલા દરમિયાન અમ્માદ મલેશિયાના ખેલાડી સાથે ખોટી રીતે ટકરાયો હતો. જેને લઈને ટેક્નીકલ ડેલિગેટ્સ તરફથી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે હોકી ટીમે આ નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ પાકિસ્તાની ટીમને અપીલ પણ કરી છે. પાકિસ્તાન આગામી 9 ડિસેમ્બરના રોજ નેધરલેન્ડ સામે પુલ ડીનો અંતિમ મેચ રમવાનું છે. તેની પહેલા પડેલો ફટકો ટીમને પણ અસર કરશે તેવું કહેવાય રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer