ઈશાન્ત શર્માએ અૉસ્ટ્રેલિયા સામે પૂરી કરી 50 વિકેટ

ઈશાન્ત શર્માએ અૉસ્ટ્રેલિયા સામે પૂરી કરી 50 વિકેટ
એડિલેડ, તા. 7 : એડિલેડ ટેસ્ટમાં ટિમ પેનની વિકેટ લેતાની સાથે ઈશાન્ત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે 50 વિકેટ પુરી કરી છે. શુક્રવારે મેચના બીજા દિવસે ઈશાન્ત શર્માએ ઓસ્ટ્રેલિયા સામે વિકેટની અડધી સદી પુરી કરી હતી. ઈશાન્તે ટીમને સારી શરૂઆત અપાવતા પહેલા જ ઓવરમાં આરોન ફિંચને બોલ્ડ કર્યો હતો. શર્માએ ઓસ્ટ્રેલિયા સામેની 23મી ટેસ્ટમાં 50 વિકેટનો મુકામ મેળવ્યો હતો. ઓસ્ટ્રેલિયા ઉપરાંત ઈંગ્લેન્ડ સામે પણ ઈશાન્તે 56 વિકેટો લીધી છે. જ્યાં સુધી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના ટેસ્ટની વાત કરવામાં આવે તો અનિલ કુંબલે આ યાદીમાં સૌથી આગળ છે. કુંબલેએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલા 20 ટેસ્ટ મેચમાં 111 વિકેટ લીધી છે. જ્યારે 18 મેચમાં 95 વિકેટ સાથે હરભજન બીજા ક્રમાંકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer