આઈસીઈએક્સમાં રબર વાયદા ઊંચકાયા

આઈસીઈએક્સમાં રબર વાયદા ઊંચકાયા
મુંબઈ, તા. 7 : આઇસીઈએક્સ પર તમામ કૉમોડિટીઝના વાયદાના કોન્ટ્રેક્ટસમાં કુલ રૂા.175.85 કરોડનું કામકાજ થયું હતું. ડાયમંડના બધા કોન્ટ્રેક્ટસમાં મળીને 4090.78 કેરેટ્સના રૂા.145.28 કરોડના કામકાજ સાથે કુલ અૉપન ઇન્ટરેસ્ટ 149.03 કેરેટ્સનો રહ્યો હતો. ડાયમંડ 1 કેરેટના જાન્યુઆરી કૉન્ટ્રેક્ટમાં સેન્ટદીઠ ભાવ રૂા.3547ખૂલીને ઊંચામાં રૂા.3564.8 અને નીચામાં રૂા.3535 થઈ રૂા.3537.65 બંધ થયો હતો. આ કોન્ટ્રેક્ટમાં 4088.46 કેરેટ્સના રૂા.145.24કરોડના કામકાજ થયા હતા અને અૉપન ઇન્ટરેસ્ટ 148.18કેરેટ્સનો હતો. યુએસ ડૉલર રૂપિયાનો વિનિમય દર ઊંચામાં રૂા.71.30 અને નીચામાં રૂા. 70.76 રહ્યો હતો.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer