દુકાળપીડિતોની મદદ માટે મહારાષ્ટ્રની કેન્દ્ર સામે ટહેલ

ફડણવીસ મળ્યા વડા પ્રધાનના સચિવને 
 
મુંબઈ, તા. 7 (પીટીઆઇ) : મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ આજે વડા પ્રધાનના મુખ્ય સચિવને મળ્યા હતા અને મહારાષ્ટ્રના દુકાળ પીડિતો માટે વહેલી તકે મદદ કરવાની માગણી કરી હતી. મુખ્ય પ્રધાન કાર્યાલયની અખબારી યાદીમાં જણાવાયા પ્રમાણે ફડણવીસ આજે સવારે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મુખ્ય સચિવ નૃપેન્દ્ર મિશ્રને મળ્યા હતા અને દુકાળ રાહત માટે 7962.63 કરોડ રૂપિયાની મદદ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. તાજેતરમાં રાજ્ય સરકારે મહારાષ્ટ્રના દુકાળ પીડિત 151 તાલુકાઓની યાદી જાહેર કરી હતી અને આવા વિસ્તારના લોકોને મદદ માટે કેટલીક યોજનાઓની જાહેરાત પણ કરાઇ હતી.
મિશ્રએ ફડણવીસને ધરપત આપી હતી કે કેન્દ્ર સરકાર બનતી ત્વરાથી મહારાષ્ટ્રને મદદ પહોંચાડશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer