સોહરાબુદ્દીન કેસ : ખાસ સીબીઆઈ કોર્ટનો ચુકાદો 21મીએ આવવા વકી

મુંબઈ, તા. 7:  મુંબઈમાંની ખાસ સીબીઆઈ કોર્ટ કથિત સોહરાબુદ્દીન શેખ બનાવટી એન્કાઉન્ટર કેસ અંગેનો ચૂકાદો તા. 21મીએ જાહેર કરે તેવી શકયતા છે. સોહરાબુદ્દીન અને તુલસીરામ પ્રજાપતિના કથિત બનાવટી અથડામણના કેસના ખટલાના ગઈ કાલના અંતિમ દિવસે સીબીઆઈના પ્રોસીકયુટરે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અપરાધ સાબિત કરવા પુરાવાઓની અનેક કડીઓ ફરિયાદ પક્ષ સ્થાપી શકયો નથી.
આગલા દિવસે સ્પે. પબ્લિક પ્રોસીકયુટર બીપી રાજુએ તપાસમાંના વિલંબને તથા બનાવ અને સાહેદોની જુબાની વચ્ચે બાર વર્ષના ગાળાને, આરોપીઓ વિરુદ્ધની સાબિતીઓ પરની અસર માટે દોષિત ગણાવ્યા હતા. રાજુએ જણાવ્યું હતું કે શેખનું એન્કાઉન્ટર અને તેની પત્ની કૌશરબીની કથિત હત્યા નવે. '0પમાં થયા હતા જ્યારે પ્રજાપતિનું એન્કાઉન્ટર '06માં થયું હતું, સીબીઆઈએ તો છેક '10માં તપાસ હસ્તગત કરી હતી.  કેસ ગુજરાત સીઆઈડીને તબદિલ થયો ત્યાં સુધી કોઈ તપાસ થઈ ન હતી..
ખાસ જજ એસજે શર્માએ જણાવ્યું હતું કે સીઆઈડી અને સીબીઆઈ બેઉએ સામે વિરુદ્ધ પુરાવાઓ તરીકે દસ્તાવેજો અને સાહેદોના નિવેદનો એકઠા કરવામાં બનતું શ્રેઁષ્ઠ કર્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer