વિદેશી રોકાણ : ભારત સામે ચીન ચીત

બે દાયકામાં પહેલી વાર ડ્રેગનને પછડાટ આપી : ચાલુ  વર્ષે રોકાયા 38 અબજ ડૉલર
 
નવી દિલ્હી, તા. 7 : લગભગ બે દાયકા જેટલા લાંબા ગાળા બાદ વિદેશી રોકાણોને આકર્ષવાના મામલે ભારતે ચીનને પછડાટ આપી છે તેવું જાણવા મળી રહ્યું છે.
આંકડાઓ અનુસાર, દક્ષિણ એશિયાઈ દેશોમાં ડ્રેગનના મુકાબલે ભારતમાં વીસ વર્ષ બાદ વધુ વિદેશી રોકાણ થવા જઈ રહ્યું છે.
ગ્લોબલ ફાઈનાન્શિયલ કન્ટેન્ટ કન્સલ્ટન્ટ કંપની ડિયાલોજિકના આંકડા અનુસાર ચાલુ વર્ષ દરમ્યાન વિદેશી કંપનીઓએ અત્યાર સુધી ભારતમાં 38 અબજ ડોલરનું રોકાણ કર્યું છે.
બીજીતરફ આ જ સમયગાળા દરમ્યાન ચીનમાં વિદેશી કંપનીઓ દ્વારા અત્યાર સુધીમાં 32 અબજ ડોલરનું રોકાણ થયું છે. ભારતમાં ગ્રાહક અને છૂટક બજાર ક્ષેત્રમાં વિદેશી કંપનીઓએ રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે ચાલુ સપ્તાહે જ ભારતીય કંપની હિન્દુસ્તાન યુનિલિવરે નેસ્લેને પછાડતાં ઈંગ્લેન્ડની દિગ્ગજ કંપની ગ્લેક્સો સ્મિથ ક્લાઈમની મુખ્ય બ્રાન્ડ હોર્લિક્સ ખરીદી લીધી હતી.
અગાઉ દુનિયાની સૌથી મોટી કંપની વોલમાર્ટ દ્વારા ભારતીય ઈ-રિટેલ ક્ષેત્રની દિગ્ગજ ફ્લિપકાર્ટ ખરીદી લેવાઈ હતી.
તાજેતરમાં આઈએચએફના અર્થશાત્રીએ એવો આશાવાદ દર્શાવ્યો હતો કે આવનારા વર્ષોમાં ચીનમાં વિદેશી રોકાણ ઘટશે, જ્યારે ભારતમાં સાત ટકાથી વધુ ગતિ સાથે વધશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer