અલ્પેશ કથિરિયાને લાજપોર જેલમાં મળવા હાર્દિક પટેલ પહોંચ્યા

પરંતુ અલ્પેશ કથિરિયા સાથે મુલાકાત ન થઇ 
 
સુરત, તા.7 : અમદાવાદ અને સુરતના રાજદ્રોહના કેસમાં જામીન મળ્યા બાદ પાસ નેતા અલ્પેશ  કથિરિયાને આજે સવારે બંધ લાજપોર જેલમાં  હાર્દિક પટેલ, અલ્પેશના કથિરિયાના પિતા, ધાર્મિક માલવિયા મળવા માટે જેલમાં  મળવા ગયા હતા. પરંતુ અલ્પેશ કથિરિયા સાથે મુલાકત થઇ ન હતી. ત્યાર બાદ તેના હાર્દિક અલ્પેશ કથિરિયાના ઘરે માતાને મળવા ગયો હતો. પાટીદારોમાં ખુશીનો માહોલ સકલ્પ યાત્રાની તડામાર તૈયારી.
આજે સાંજે શુક્રવારે પાટીદાર અનામત અંાદોલન સમિતિના પાસ કન્વીર અલ્પેશ કથિરિયાને જેલ મુક્તિને લઇને રૅલી તથા સ્વાગતના આયોજનની રૂપરેખા આપવા માટે સાંજે 4-00 કલાકે એક પત્રકાર પરિષદનું આયોજન ગુરુદેવ ફાર્મ હરીઓમ સોસાયટી પાસે સરથાણા પોલીસ સ્ટેશનની પાછળ રાખવામાં આવી હતી, જેમાં ધાર્મિક માલવિયાએ જણાવ્યું હતું કે તા. 9-12-2018 ના રવિવારે અલ્પેશ કથિરિયાની મુક્તિ થયા બાદ એક વિશાળ રૅલીનું આયોજન કરવામાં આવ્યું છે. 
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અલ્પેશ કથિરિયાની જેલમુકિત લઇને અનામત આંદોલનની માગ સાથે ત્રિદિવસીય સંકલ્પ યાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ સંકલ્પ યાત્રા તા. 9-12-18 ના રોજ લાજપોર જેલથી ભેસ્તાનથી ઉધનાથી રિંગરોડ થઇને લાલદરવાજા ખોડિયાર મંદિરથી સ્ટેશન થઇને ઉમિયા મંદિરથી મિનિ બજાર સરદાર પ્રતિમાને હારતોરા કરીને વરાછા મેઇનરોડ બરોડા પ્રિસ્ટેજથી હિરાબાગ સર્કલથી સીતાનગર ચોક, પુણાગામ, યોગીચોક, બાપાસીતારામ ચોક, સીમાડા બીઆરટીએસ, યમુના ચોક, સુદામાં ચોક પહોંચશે ત્યાર બાદ તા. 10-12-18 ના સોમવારે સુરતથી ખોડધામમાં રાત્રિ રોકાણ કર્યા બાદ તા.11-12-18 ના મંગળવારે ખોડલધામથી ઊમિયાધામ જવા રવાના થશે. જયાં ઊમિયા માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવશે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer