સિદ્ધુનું માથું કાપવા માટે એક કરોડ રૂપિયાના ઈનામની ઘોષણા

હિન્દુ યુવા વાહિનીએ જાહેરાત કરતાં નવજોતે કહ્યું, અહીં લોકતંત્ર નહીં, ગુંડાતંત્ર છે
 
નવી દિલ્હી, તા. 7 : પંજાબના પ્રધાન નવજોતસિંહ સિદ્ધુને જાનથી મારવાની ધમકી મળતાં હડકંપ મચી ગયો છે. તેમનું માથું કાપવા માટે એક કરોડનાં ઈનામની ઘોષણા કરાઈ છે. આ જાહેરાત હિન્દુ યુવા વાહિની સંગઠને કરી છે.
સિદ્ધુએ પ્રતિક્રિયા આપતાં ટ્વિટર પરથી કહ્યું હતું કે, આવી ધમકીઓથી મોદી એન્ડ કંપની કઈ રીતે દેશમાં લોકતંત્રની હત્યા કરે છે તે સમજી શકાય છે.
લોકોને ભયભીત કરવા માટે જેલમાં નાખી દેવાય છે અથવા ગૌરી લંકેશની જેમ લોકોનો અવાજ બંધ કરી નખાય છે.  આ લોકતંત્ર નથી, પરંતુ ગુંડાતંત્ર છે  તેવા પ્રહારો તેમણે કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર વખતે એક સભામાં સિદ્ધુએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર વાંધાજનક ટિપ્પણી કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer