નેરલ-માથેરાન ટૉય ટ્રેનમાં આજથી એક એસી ડબો જોડાશે

નેરલ-માથેરાન ટૉય ટ્રેનમાં આજથી એક એસી ડબો જોડાશે
આજે અને રવિવારે નેરલ માથેરાન માટે વિશેષ ટ્રેનો
 
મુંબઈ, તા.7 : નેરળ-માથેરાન વચ્ચે દોડતી ટોય ટ્રેન સાથે એક વાતાનૂકુલિત ડબો પણ જોડવાનો નિર્ણય મધ્ય રેલવેએ લીધો છે. આવતી કાલે આઠમી ડિસેમ્બરથી આ એસી ડબામાં બેસીને હિલ સ્ટેશન સુધી જવાની પ્રવાસીઓને સુવિધા મળતી થશે. મધ્ય રેલવેના આ રૂટ પર એસી ડબા સાથેની ટ્રેન દોડાવવાનો આ પહેલો પ્રસંગ છે. જો કે ટ્રેનની આવ-જા માટેની રોજ એક ફેરીમાં જ એસી ડબો જોડવામાં આવશે. એસી ડબામાં નેરળથી માથેરાન સુધીનું એક તરફની મુસાફરી માટેનું ભાડું 415 રૂપિયા રખાયું હોવાનું રેલવેની યાદીમાં જણાવાયું હતું.   
દરમિયાન, શનિવારે, 8 ડિસેમ્બર અને રવિવાર, 9 ડિસેમ્બરે નેરલ અને માથેરાન માટે વધારાની ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.
વધારાની ટ્રેન નેરલથી સવારે 10.30 વાગે રવાના થશે અને માથેરાન બપોરે 1.10 વાગે પહોંચશે એવી જ રીતે વળતી ફેરા માથેરાનથી આ ટ્રેન બપોરે 1.15 વાગે રવાના થશે અને નેરલ બપોરે 3.55 વાગે પહોંચશે.
આ રૂટ પરની અન્ય બધી ટ્રેનો તેના સમયપત્રક પ્રમાણે દોડશે, એમ મધ્ય રેલવેની એક યાદીમાં જણાવાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer