પરાંની ટ્રેનોનાં ટિકિટભાડાંમાં તોળાતો વધારો

પરાંની ટ્રેનોનાં ટિકિટભાડાંમાં તોળાતો વધારો
મુંબઈ, તા. 7 : પનવેલથી કર્જત પરાંની નવી રેલવે લાઇન, ઐરોલીથી કલવા લિન્ક રોડ વગેરે પ્રોજેક્ટો માટે મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશન (એમઆરવીસી)ને 21,000 કરોડ રૂપિયાની લોન લેવી પડશે. આ લોન ફેડવા પરાંની પ્રવાસી ટિકિટો પરનો સરચાર્જ 18 ટકાથી વધારીને 25 ટકા કરવાનો પ્રસ્તાવ એમઆરવીસીએ મૂક્યો છે. સરચાર્જ વધતાં પરાંની ટિકિટો મોંઘી થશે.
`એમયુટીપી-3' અને `3-એ' હેઠળ 65 હજાર કરોડની યોજનાઓ બનાવવામાં આવી છે. જેમાંથી 54,777 કરોડની યોજનાઓને બુધવારે રાજ્ય સરકારે મંજૂરી આપી હતી. એમયુટીપી-3-એ માટે રાજ્ય સરકાર અને રેલવે તરફથી ભંડોળ મળશે. ઉપરાંત વધારાના 14 હજાર કરોડ રૂપિયાની લોન પણ લેવી પડશે. એ પહેલાં ડિસેમ્બર 2016માં મંજૂર થયેલી 10,947 કરોડની યોજનાઓમાંથી એમયુટીપી-3 માટે 7000 કરોડ રૂપિયાની લોન મેળવવા એમઆરવીસીના પ્રયાસ ચાલુ છે. આ લોન પરત ફેડવા માટે ટિકિટો પર સરચાર્જ વધારવાનો પ્રસ્તાવ છે અને તેથી ટિકિટ ભાડું વધવાની શક્યતા છે.
આ સંબંધમાં રેલવે બોર્ડ સમક્ષ ચર્ચા શરૂ કરી છે. હાલ પરાંની ટ્રેનોની ટિકિટ પર 18 ટકા સરચાર્જ છે. જે વધારીને 25 ટકા કરવાનો પ્રસ્તાવ જૂનો હતો, પરંતુ એ સમયે પ્રવાસીઓનો પ્રચંડ વિરોધ થતાં સરચાર્જ વધારાયો નહોતો. પરંતુ હવે 21,000 કરોડની લોન લેવા એમઆરવીસી પાસે ટિકિટ ભાડું વધાર્યા સિવાય કોઈ વિકલ્પ ન હોવાનું જણાય છે. દરમિયાન એસી લોકલની ટિકિટ પર પણ હવે 12.5 ટકા સરચાર્જ લેનાનો પ્રસ્તાવ છે.

Advertise

Get News on Google Play

janmabhoomi newspapers on playstore

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer