ઉત્તરાખંડમાં કેદારનાથ પર રોક; `લવજેહાદ''નો આરોપ

ઉત્તરાખંડમાં કેદારનાથ પર રોક; `લવજેહાદ''નો આરોપ
નવી દિલ્હી, તા. 7 : સારા અલીખાન અને સુશાંતસિંહ રાજપૂતને ચમકાવતી ફિલ્મ `કેદારનાથ' પર ઉત્તરાખંડમાં પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ ફિલ્મ શુક્રવારે જ સમગ્ર દેશના સિનેમાગૃહમાં રિલીઝ થઈ છે.
કેદારનાથ ફિલ્મ પર લવ જેહાદ, ભગવાનું અપમાન અને હિન્દુઓની લાગણીને ઠેસ પહોંચાડવાનો આરોપ છે. કેદારનાથ મંદિરના પૂજારીઓએ પણ ફિલ્મનો વિરોધ કર્યો છે.
જોકે, ગઈકાલે ગુરુવારે ઉત્તરાખંડ વડી અદાલતે પ્રતિબંધ મૂકવાનો ઈન્કાર કર્યો હતો, પણ ઉત્તરાખંડની સરકારે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ફિલ્મ પર રોક મૂકી છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભાજપ દ્વારા પણ કેદારનાથ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરાઈ હતી, મુખ્યમંત્રી અને સરકારે ફિલ્મને પાસ કરી હતી, પરંતુ સ્થાનિક પક્ષોએ પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer