પાક વડા પ્રધાન ઇમરાન ખાને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યાં

પાક વડા પ્રધાન ઇમરાન ખાને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યાં
નવી દિલ્હી, તા.8: ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ શ્રેણી જીતવા બદલ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ટીમ ઇન્ડિયાને અભિનંદન આપ્યા છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે કાંગારૂ ભૂમિ પર ટેસ્ટ શ્રેણી જીતનારી ભારત પહેલી એશિયન ટીમ બની છે. પાકિસ્તાન, શ્રીલંકા કે બંગલાદેશ હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી શકયા નથી. 
પાક. વડાપ્રધાન ઇમરાન ખાન જે ખુદ ક્રિકેટર રહી ચૂકયા છે તેમણે આજે ટિવટ કરીને સુકાની વિરાટ કોહલી અને ટીમ ઇન્ડિયાને ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક શ્રેણી વિજય બદલ અભિનંદન આપ્યા છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે ઓસ્ટ્રેલિયાની ઘરતી પર 1992માં રમાયેલ વિશ્વ કપમાં ઇમરાન ખાનના સુકાનીપદ હેઠળ પાકિસ્તાનની ટીમ ચેમ્પિયન બની હતી. આ પછી તેમણે રાજકીય ઇનિંગ શરૂ કરી હતી અને ગયા વર્ષે તેઓ પાક.ના વડાપ્રધાન બન્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer