સ્મિથ-વોર્નરની વાપસી સમસ્યાનો હલ નહીં : વોર્ન

સ્મિથ-વોર્નરની વાપસી સમસ્યાનો હલ નહીં : વોર્ન
અૉસ્ટ્રેલિયાની ક્રિકેટ સિસ્ટમ રિપેર કરવી જરૂરી
 
મેલબોર્ન, તા.8: ઓસ્ટ્રેલિયાના પૂર્વ મહાન લેગ સ્પિનર શેન વોર્નનું માનવું છે કે ટીમમાં સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નરની વાપસીથી સમસ્યાઓ દૂર થશે નહીં. ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ સિસ્ટમને પૂરી રીતે રિપેર કરવાની જરૂર છે. આ પહેલા ઇંગ્લેન્ડના પૂર્વ સુકાની માઇકલ વોન પણ આ જ વાત કરી ચૂકયા છે.
શેન વોર્ને એક મુલાકાતમાં જણાવ્યું હતું કે સ્મિથ અને વોર્નર અનુભવી બેટધર છે. તેમના પુનરાગમથી જરૂર ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફરક પડશે, પણ ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ સિસ્ટમમાં ઘણા ફેરફારની જરૂર છે. અમારે તમામ સ્તર પર કોચિંગ પ્રોગ્રામ, અન્ડર-23 ટીમ પર ફોકસ અને એકેડમીમાં કેટલાક ફેરફારની જરૂર છે. હાલના સમયમાં આપણે સ્માર્ટ ક્રિકેટર પેદા કરી રહયા નથી. એવું શું કામ થઇ રહયું છે?
વોર્ને કહયું ભારત સામેની શ્રેણીમાં આપણો એક પણ ઝડપી બોલર એલબીડબ્લયૂ આઉટ કરી શકયો નથી. આપણા કોઇ પણ બેટસમેનના નામે સદી નોંધાઇ નથી. આપણા યુવા બેટધરો કયાં છે. ઘરેલું ક્રિકેટ સતત પાછળ પડતું જાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer