ડૉલર ઊંચકાતાં વૈશ્વિક સોનામાં ઘટાડો

ડૉલર ઊંચકાતાં વૈશ્વિક સોનામાં ઘટાડો
અમારા પ્રતિનિધિ તરફથી
રાજકોટ, તા. 8 : ડૉલરમાં તેજી થતા સોનું અને ચાંદી પટકાયા હતા. ચલણ બજારમાં ડૉલરનું મૂલ્ય આગલા દિવસથી ઝડપભેર ઊંચકાઇને અઢી માસની ઊંચાઇએ પહોંચતા સોનાનો ભાવ 1283 ડૉલર પ્રતિ ઔંસ થઇ ગયો હતો. ડૉલરની તેજી અમેરિકા અને ચીનના કારણને આભારી હતી. બન્ને દેશો વચ્ચે વેપારયુદ્ધ મામલે ચાલી રહેલી ચર્ચાઓનું હકારાત્મક પરિણામ નજીકમાં જ દેખાઇ રહ્યું છે એટલે સોના ઉપર દબાણ આવ્યું છે, ડૉલર વધ્યો છે.
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ શુદ્ધ સોનું 10 ગ્રામે રૂા. 50 વધી રૂા. 32,600 હતુ. મુંબઈમાં રૂા. 30 સુધરતા રૂા. 31,910 હતું. ચાંદી ન્યૂ યોર્કમાં 15.55 ડૉલર રનિંગ હતી. રાજકોટમાં એક કિલોએ રૂા. 38,900 એ સ્થિર હતી. મુંબઈમાં રૂા. 230 ઊંચકાઇને રૂા. 38,770 હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer