અયોધ્યાની સુનાવણી માટે સુપ્રીમની પાંચ ન્યાયાધીશની ખંડપીઠ રચાઈ

નવી દિલ્હી, તા. 8 : અયોધ્યાના મહત્ત્વપૂર્ણ મામલાની સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે પાંચ ન્યાયાધીશની બંધારણીય ખંડપીઠની રચના કરી લીધી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના નેતૃત્વ હેઠળની આ બેંચ 10મી જાન્યુઆરીથી અયોધ્યા બાબતની સુનાવણી શરૂ કરશે. 
આ ખંડપીઠમાં ચીફ જસ્ટિસ ઉપરાંત ન્યાયાધીશ એસ.કે. બોબ્ડે, જસ્ટિસ એન.વી. રમન્ના, ન્યાયાધીશ યુ.યુ. લલિત અને ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડ રહેશે. આ મામલાની ઝડપી સુનાવણીની માંગ વધી રહી છે. 
ઉલ્લેખનીય છે કે છઠ્ઠી જાન્યુઆરીએ અદાલતે આ મામલાની સુનાવણીમાં થોડી સેકન્ડમાં જ 10મી જાન્યુઆરીએ આગામી સુનાવણીની તારીખ નક્કી કરી હતી અને એ માટે ખંડપીઠ રચવાની વાત પણ કરી હતી.
10મી જાન્યુઆરીથી અયોધ્યા અંગે સુનાવણી શરૂ થઈ રહી છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલાં ફેંસલો આવી જશે કે કેમ એના પર સૌની નજર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer