મુલુંડની તરુણીના મૃત્યુના સંજોગો તપાસવા ફૉરેન્સિક સર્જ્યન બાથરૂમની જાંચ કરશે

મુલુંડની તરુણીના મૃત્યુના સંજોગો તપાસવા ફૉરેન્સિક સર્જ્યન બાથરૂમની જાંચ કરશે
મુંબઈ, તા. 8 : મુલુંડમાં 1 જાન્યુઆરીના 21 વર્ષની ઈશાની નીતિન ગાલાનું તેના ઘરના બાથરૂમમાં મૃત્યુ થયું હતું. મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક સર્જન ઈશાનીના ઘરના બાથરૂમની મુલાકાત લેશે.
આમ તો ઈશાનીનું મૃત્યુ ગૂંગળામણને લીધે થયું હોવાનું કહેવાય છે પણ પોલીસ સર્જ્યન ડૉ. એસ. એમ. પાટીલે એવો અભિપ્રાય આપ્યો હતો કે ઈશાનીનું મૃત્યુ ક્યા સંજોગોમાં થયું એને સમર્થન આપતા પૂરતા પુરાવા ઉપલબ્ધ ન હોવાથી ઈશાનીના મૃત્યુની વિગતવાર તપાસ થવી જોઈએ.
આને પગલે ફોરેન્સિક સર્જનોએ ઈશાનીના ઘરના બાથરૂમની તપાસ કરવાનો ફેંસલો કર્યો હતો.
ડૉ. એસ. એમ. પાટીલે કહ્યું હતું કે રાજાવાડી હૉસ્પિટલના ડૉક્ટરને ઘટનાસ્થળની મુલાકાત લેવાની સૂચના આપવામાં આવી છે. ક્યા સંજોગોમાં તે મૃત્યુ પામી એના કારણો એ તપાસશે. ઈશાનીના પેરેન્ટ્સનું કહેવું છે કે તેને અસ્થમાની તકલીફ હતી અને ઘટના સમયે તેની દાદી જ ઘરમાં હતી. આ બધી વાતો તપાસવાની જરૂર છે. તે અસ્થમાની કઈ કઈ દવા લેતી હતી, એ પણ તપાસવાની જરૂર છે અને ઈશાનીના મમ્મી-પપ્પા અને દાદીના નિવેદન પણ લેવાશે.
ઈશાનીના પોસ્ટમોર્ટમમાં કો શંકાસ્પદ જણાવ્યું નથી અને તેના વિશેના જ એનાલિસિસ માટે જે જે હૉસિપટલમાં મોકલવામાં આવ્યા છે. જ્યારે બ્લડ સેમ્પલને કાલિના સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઝમાં મોકલવામાં આવ્યા છે. ઈશાની ન્યૂ યર મનાવવા લોનાવાલા ગઈ હતી અને 1 જાન્યુઆરીના સાંજે તે ઘરે પાછી આવી હતી અને બાથરૂમમાં ન્હાવા ગઈ હતી. એ કલાક બાદ પણ બહાર ન આવતા બાથરૂમનો દરવાજો તોડવામાં આવ્યો હતો અને અંદર તે બેહોશ પડી હતી. હૉસ્પિટલમાં તેને મૃત ઘોષિત કરવામાં આવી હતી.
બાથરૂમની બારી બંધ હતી અને એક્ઝહોસ્ટ ફેન પણ ચાલુ ન હતો. આ ઉપરાંત બાથરૂમમાં ગૅસ ગિઝર પણ હતું. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer