રાકેશ રોશનને કૅન્સર : ભાવુક દીકરા રિતિકે આપી માહિતી

રાકેશ રોશનને કૅન્સર : ભાવુક દીકરા રિતિકે  આપી માહિતી
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 8 : બોલિવૂડના સ્ટાર હીરો રીતિક રોશનના પિતા રાકેશ રોશન કે જે સારા અભિનેતાની સાથે સારા ડિરેક્ટર પણ છે. રીતિક રોશને તેના પિતાને કેન્સર હોવાનું જણાવ્યું અને કહ્યું કે, `મારા પિતા ખૂબ જ સ્ટ્રોંગ છે.' જાણકારી મુજબ રાકેશ રોશન કેન્સરના પ્રથમ સ્ટેજ પર છે અને ઇલાજ પણ શરૂ કરી દીધો છે. તેમને સ્કવૈમસ સેલ કાર્સિનોમા ડિટેક્ટ થયું છે. આ એક કેન્સરનો પ્રકાર છે. જેમાં ચામડીના બહારના ભાગમાં રહેલા સ્કવૈમસ કોષમાં થતો અનિયંત્રિત તરીકે વધારો મહત્ત્વનું કારણ બને છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer