વૈશ્વિક હૂંફે શૅરોમાં તેજીનો પવન

મુંબઈ, તા. 9 : વિશ્વ શૅરબજારોની ચાલુ મજબૂતાઈના અહેવાલે સ્થાનિકમાં પણ શેરોમાં લેવાલીનો માહોલ ચાલુ રહ્યો હતો. હૂંડિયામણ બજારમાં ડૉલર સામે રૂપિયો વધ્યો હતો. સ્થાનિકમાં બેન્ચમાર્ક સેન્સેક્ષ આગલી બંધ સપાટીની તુલનામાં સવારે 10.01 વાગે 221 પોઈન્ટ ઊંચકાઈને 36,000ની સપાટી કૂદાવી 36,202ની અને નિફ્ટી 56 પોઈન્ટ ઊંચકાઈને 10,859ની સપાટીને સ્પર્શ્યો હતો. ઇન્ફોસીસ અને ટીસીએસ જેવા અગ્રણ્ય આઈટી શૅરોમાં લેવાલીનો માહોલ રહ્યો હતો. બીએસઈના મીડકેપ અને સ્મોલકેપ ભાવાંકો બન્ને 0.4 ટકા ઊંચા ક્વોટ થતા હતા. એકંદરે વૈશ્વિક રાજકીય તથા આર્થિક વાતાવરણ અનુકૂળ બની રહ્યાના નિર્દેશોની બજાર પર સાનુકૂળ અસર જણાતી હતી. જેમાં અમેરિકા અને ચીન વચ્ચે આજે પણ `ટ્રેડ' અંગેની વાટાઘાટો ચાલુ રહેનાર છે. આના આશાવાદે  વૈશ્વિક બજારો ઊંચકાઈ રહ્યાં છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer