કચ્છી યુવકની લોકલ ટ્રેન નીચે ઝંપલાવી આત્મહત્યા

મુંબઈ, તા.9 : અંધેરીથી જોગેશ્વરી વચ્ચે સોમવારે સવારે લગભગ સાડા નવ વાગ્યે લોકલ ટ્રેન નીચે ઝંપલાવીને 21 વર્ષના કચ્છી યુવક ભાવેશ હેતવાડિયાએ આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું. મળતી માહિતી પ્રમાણે ભાવેશ કચ્છથી હજુ છ મહિના પહેલાં જ નોકરીની તલાશમાં મુંબઈ આવ્યો હતો અને અંધેરીમાં પોતાના ગામના બે માણસો સાથે રહેતો હતો તેમ જ ચકાલામાં એક સ્ટેશનરીની દુકાનમાં કામ કરતો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer