આલોકનાથને બળાત્કારના ખોટા કેસમાં ફસાવાયા હોઇ શકે : સેશન્સ કોર્ટ

મુંબઈ, તા.9 : સોશિયલ મીડિયા પરના #ળયાજ્ઞિંજ્ઞ કૅમ્પેનથી યૌનશોષણ સંબંધી વિવાદમાં ફસાયેલા વરિષ્ઠ ચરિત્ર અભિનેતા આલોકનાથને બળાત્કારના કેસમાં ફસાવાયા હોવાનું તારણ સેશન્સ કોર્ટે આપ્યું છે. લેખિકા-દિગ્દર્શિકા વિનતા નંદાએ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ આલોકનાથે કરેલી ધરપકડ અગાઉની જામીનની અરજીને સ્વીકારતાં સેશન્સ કોર્ટે તારણ આપ્યું હતું કે આલોકનાથને ખોટી રીતે બળાત્કારના કેસમાં ફસાવાયા હોવાની શક્યતાનો ઇનકાર ન થઇ શકે. 
કોર્ટે જણાવ્યું હતું કે ફરિયાદી નંદાને બળાત્કાર થયાની વિગતો તો યાદ છે પરંતુ કયા મહિનાની  ચોક્કસ કઇ તારીખે આ ઘટના બની તે યાદ નથી. સેશન્સ જજ એસ એસ ઓઝાએ કહ્યું હતું કે આ બધી હકીકતોને ધ્યાનમાં લેતાં અભિનેતાને આ કેસમાં ખોટી રીતે ફસાવાયાની શક્યતાનો ઇનકાર ન થઇ શકે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer