`બેસ્ટ''ની હડતાળ આજે પણ ચાલુ

મુંબઈ, તા. 9 : `બેસ્ટ' કર્મચારીઓએ ગઈકાલથી શરૂ કરેલી બેમુદત હડતાળ આજે બીજા દિવસે પણ ચાલુ રહી હતી. `બેસ્ટ'ની બસો મુંબઈના રસ્તાઓ પરથી અદૃશ્ય છે. શિવસેનાએ ગઈકાલે હડતાળને આપેલો ટેકો પાછો ખેંચી લીધા પછી આજે બેસ્ટની કેટલીક બસો રસ્તાઓ પર દોડશે એમ મનાતું હતું પરંતુ એક પણ બસ ડેપોમાંથી બહાર નહીં નીકળતાં હડતાળના મુદ્દે `બેસ્ટ'નાં બીજાં સંગઠનોની એકતા દેખાઇ આવી છે. `બેસ્ટ' કર્મચારીઓના નેતા શશાંક રાવના જણાવ્યા પ્રમાણે માગણીઓ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. હડતાળને તોડવાનું સ્વપ્ન જોનારાઓ ક્યારેય પણ સફળ નહીં થાય એમ પણ તેમણે ઉમેર્યું છે.
દરમિયાન જો હડતાળ પર ગયેલા `બેસ્ટ'ના કર્મચારીઓ કામે નહીં ચઢે તો તેમના સ્થાને કામચલાઉ કર્મચારીઓની ભરતી કરવા માટે `બેસ્ટ' તંત્ર ગંભીરતાથી વિચારી રહ્યું હોવાનું જાણવા મળે છે. આજે બપોરે કે પછી આવા કર્મચારીઓની મદદથી `બેસ્ટ' સેવા ચાલુ કરવામાં આવશે એમ પણ જાણવા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer