રણજી ટ્રોફીમાં 400 વિકેટ પૂરી કરનારો પંકજ સિંઘ પહેલો ઝડપી બૉલર

રણજી ટ્રોફીમાં 400 વિકેટ પૂરી કરનારો પંકજ સિંઘ પહેલો ઝડપી બૉલર
નવી દિલ્હી, તા.9 : વર્તમાનમાં પોંડૂચેરી તરફથી રમી રહેલા મીડિયમ પેસ બોલર પંકજ સિંઘ રણજી ટ્રોફીના ઇતિહાસમાં 400 વિકેટ પૂરી કરનારો કુલ 10મો પહેલો ઝડપી બોલર બન્યો છે. રાજસ્થાનની ટીમના આ પૂર્વ ઝડપી બોલર પંકજ સિંઘ આ સિઝનમાં પોંડૂચેરી તરફથી રણજી ટ્રોફી રમી રહ્યો છે અને આ સિઝનમાં ત્રણ વાર પ વિકેટ અને એક વખત મેચમાં 10 વિકેટ લઇ ચૂકયો છે. તેણે આ સિઝનમાં કુલ 42 વિકેટ લીધી છે. પંકજે તેની રણજી ટ્રોફી કેરિયર રાજસ્થાન તરફથી રમીને 2004માં શરૂ કરી હતી. તે 14 વર્ષ સુધી રાજસ્થાન તરફથી રમ્યો હતો અને એ દરમિયાન તેણે 361 વિકેટ લીધી હતી. ઝડપી બોલરોના મામલે રણજી ટ્રોફીમાં કર્ણાટકનો વિનય કુમાર (392) બીજા નંબર પર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer