રોહિતની પંત પર મજાક : અમારો બેબીસીટર બનીશ

રોહિતની પંત પર મજાક : અમારો બેબીસીટર બનીશ
મુંબઈ, તા.9: ઓસ્ટ્રેલિયામાં રમાયેલ ટેસ્ટ સિરીઝ દરમિયાન કાંગારું કેપ્ટન ટિમ પેન અને ભારતીય યુવા વિકેટકીપર રીષભ પંત વચ્ચે બેબી સીટરની મજાક ચર્ચામાં રહી હતી. હવે રોહિત શર્માએ આજે મજાકના અંદાજમાં ટ્વિટ કરીને રીષભ પંતને પોતાની નવજાત પુત્રી સમયારા માટે બેબી સીટર બનવા કહ્યં છે. રોહિત આજે પંતને સંબોધીને ટ્વિટ કર્યું છે અમને તુરત જ એક બેબી સીટરની જરૂર છે. રીતિકા ઘણી ખુશ થશે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે રોહિત પિતા બનવાનો હોવાથી ચોથો ટેસ્ટ છોડીને ભારત પરત ફર્યો હતો, હવે તે ફરી વન ડે શ્રેણી માટે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયો છે. બીજી તરફ પંતને વન ડેમાં વિશ્રામ અપાયો છે. આથી તે ભારત પરત ફર્યો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer