હોકી ટીમના કોચપદેથી હરેન્દ્ર સિંઘને દૂર કરાયા

હોકી ટીમના કોચપદેથી હરેન્દ્ર સિંઘને દૂર કરાયા
નવી દિલ્હી, તા.9: ભારતીય હોકી ટીમના કોચ હરેન્દ્રસિંઘને 2018ના વર્ષના નિરાશાજનક પ્રદર્શનને લીધે તેમના પદ પરથી બરખાસ્ત કરાયા છે. આ સાથે હોકી ઇન્ડિયાએ તેમની સામે નેશનલ જુનિયર ટીમની જવાબદારી સંભાળવાની ઓફર મૂકી છે. ભારતીય હોકી ટીમના કોચમાં સતત બદલાવ થઇ રહ્યો છે. હરેન્દ્રસિંઘની હજુ ગત મે માસમાં જ પુરુષ સિનિયર ટીમના કોચ તરીકે નિયુક્તિ થઇ હતી. હોકી ઇન્ડિયાએ કહ્યં છે કે પુરુષ હોકી ટીમનું 2018માં પ્રદર્શન આશાને અનુરૂપ રહ્યં નથી.
ભારતીય હોકી ટીમ તાજેતરમાં વિશ્વ કપમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી હતી પણ સેમિ ફાઇનલમાં પહોંચી શકી ન હતી. જ્યારે એશિયન ગેમ્સમાં પણ સેમિ ફાઇનલમાં નબળી ટીમ મલેશિયા સામે હારી હતી. હરેન્દ્ર સિંઘ આ પહેલા મહિલા હોકી ટીમના કોચ હતા. તેમાંથી ખસેડીને તેમને પુરુષ ટીમની જવાબદારી સોંપાઈ હતી. જ્યારે પુરુષ ટીમના કોચ શોન મારિનને મહિલા ટીમના કોચ બનાવાયા હતા. હવે હરેન્દ્રસિંઘની નેશનલ હોકી ટીમના કોચ પદેથી દૂર કરાયા છે અને જુનિયર ટીમનું કોચપદ ઓફર થયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer