હાર્દિકે બીસીસીઆઇની માફી માગી

હાર્દિકે બીસીસીઆઇની માફી માગી
કોફી વિથ કરણ શોમાં મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરનાર હાર્દિક અને રાહુલને કારણ બતાવ નોટિસ

નવી દિલ્હી, તા.9: ભારતીય ટીમમાં સામેલ હાર્દિક પંડયા અને કે.એલ. રાહુલને એક ટીવી શોમાં મહિલાઓ પર તેમણે કરેલી અભદ્ર ટિપ્પણી પર બીસીસીઆઇએ કારણ બતાવ નોટિસ ફટકારી છે. આ ટિપ્પણીની ચારેતરફથી થઈ રહેલી ટીકાઓ બાદ બીસીસીઆઇ આ પ્રકારના ટીવી શોમાં સામેલ થવા પર ક્રિકેટર પર રોક મૂકવાનું પણ વિચારી રહ્યં છે. કોફી વીથ કરણ શોમાં હાર્દિક પંડયાએ એક સવાલના જવાબમાં સેક્સિસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પંડયાએ આ પછી હવે આ મામલે માફી માંગી છે અને કહ્યંy છે કે શો દરમિયાન તે ભાવનાઓમાં વહી ગયો હતો. બીજી તરફ કે.એલ. રાહુલે હજુ સુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. 
બીસીસીઆઇની સંચાલન સમિતિ (સીઓએ)ના વડા વિનોદ રાયે કહ્યં છે કે અમે હાર્દિક પંડયા અને કે.એલ. રાહુલને કારણ બતાવ નોટિસ આપી છે અને સ્પષ્ટીકરણ માટે 24 કલાકનો સમય આપ્યો છે. કોફી વીથ કરણ શોમાં હાર્દિકે એ વાત કબૂલી હતી કે તે ઘણી જ મહિલા સાથે સંપર્કમાં છે. આ ઉપરાંત બન્ને ખેલાડીઓ સાથે રિલેશનશીપ, ડેટિંગ અને મહિલા સાથે જોડાયેલા બીજા અનેક સવાલ પર ખુલ્લીને ટિપ્પણીઓ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer