પેસેન્જર વાહનોનું વેચાણ 3 ટકા ઘટયું

પેસેન્જર વાહનોનું વેચાણ 3 ટકા ઘટયું
નવી દિલ્હી, તા. 9 : ફેડરેશન અૉફ અૉટોમોબાઈલ્સ ડીલર્સ એસોસિયેશન (ફાડા)ના આંકડા મુજબ ગયા મહિને વાહનોનું વેચાણ ત્રણ ટકા ઘટીને 2,02,585 યુનિટ્સ થયું હતું.
ઉદ્યોગ એસોસિયેશને જણાવ્યું હતું કે ઈંધણના ભાવમાં ઘટાડો થતાં તથા બજારમાં તરલતામાં સુધારો થવાના લીધે માર્કેટ સેન્ટિમેન્ટ સુધારવામાં મદદ મળે છે અને તેના લીધે છેલ્લા 15 દિવસમાં વેચાણ વધ્યું છે. ફાડાના પ્રમુખ આશિષ કાળેએ જણાવ્યું હતું કે ઈંધણના ભાવ ઘટી રહ્યા છે ત્યારે કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સુધરવા લાગ્યું છે. છેલ્લાં બે સપ્તાહમાં અપેક્ષા કરતાં સારો ટ્રાફિક જોયો છે અને આશા છે કે પેસેન્જર વેહિકલ્સના વેચાણને લાગેવળગે છે ત્યાં સુધી વર્ષનો અંત હકારાત્મક નોંધ સાથે થશે. કાર ઉત્પાદકો બધી જ ડીલરશિપમાં વર્ષાન્તે ઇન્વેન્ટરી ઘટાડવા પ્રયત્ન કરી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer