ટ્રમ્પે ભારતીય મૂળના અમેરિકી પોલીસ અધિકારીને કહ્યો `હીરો''

ન્યૂયોર્ક, તા. 9 : અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સરહદ પર દીવાલ બનાવવા માટેના ભંડોળ અને સરકારી કામબંદી ખતમ કરવા માટે લોકોને સાંસદો પર દબાણ વધાવવાનો અનુરોધ કર્યો હતો.
સાથોસાથે અમેરિકામાં માર્યા ગયેલા ભારતીય મૂળના અમેરિકી પોલીસ અધિકારીને ટ્રમ્પે `હીરો' ગણાવ્યો હતો.
અમેરિકી પ્રમુખે ગઇકાલ મંગળવારની મોડીરાત્રે ઓવલ કચેરીમાંથી રાષ્ટ્રને સંબોધનમાં ભારતીય મૂળના પોલીસ અધિકારી રોનિલસિંહનો પણ ઉલ્લેખ કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું હતું કે, નાતાલ બાદ જ્યારે કેલિફોર્નિયામાં એક યુવા પોલીસ અધિકારીની ગેરકાયદે આવેલા એક શખ્સે નિર્મમ હત્યા કરી ત્યારે અમેરિકાનું દિલ તૂટી ગયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer