રાજ્યના પોલીસ ચીફની મુદત માત્ર ત્રણ મહિના વધારવાનો શું મતલબ?

હાઈ કોર્ટનો સવાલ
 
મુંબઈ, તા. 9 : મહારાષ્ટ્રના પોલીસ ચીફ દત્તાત્રેય પડસળગીરની મુદત વધારવા વિશે વાજબી કારણો સાથે નિર્ણય લેવાનો નિર્દેશ મુંબઈની હાઈ કોર્ટે બુધવારે કેન્દ્રને આપ્યો હતો.
પડસળગીકરની મુદત ભૂતકાળમાં ત્રણ-ત્રણ મહિના માટે બે વખત વધારવામાં આવી હતી અને હવે તેમની પોલીસ ચીફ તરીકે મુદત 28 ફેબ્રુઆરીએ પૂરી થશે. પડસળગીકર કુલ બે વર્ષની મુદત પૂરી કરે એ માટેનો રાજ્ય સરકારનો પ્રસ્તાવ મંજૂરી માટે કેન્દ્ર સરકાર પાસે પેન્ડિંગ છે. હાઈ કોર્ટે પડસળગીકરને ટૂંકા-ટૂંકા સમય માટે શા માટે એક્સ્ટેન્શન આપવામાં આવે છે એવો પ્રશ્ન પણ કેન્દ્ર સરકારને કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે પોલીસ ચીફનું કામ અને તેમની સિનિયૉરિટી જોતાં તેમને સ્થિર મુદત આપવાનું મહત્ત્વનું છે.
કોર્ટે કહ્યું હતું કે ત્રણ મહિનાની મુદત આપવાનો ઉદ્દેશ શું છે? કોઈ પણ અૉફિસર ત્રણ મહિનામાં શું કરી શકે? તમારા પોલીસ ચીફને એની ખબર પણ નહીં હોય કે ત્રણ મહિના પછી તેઓ રહેવાના છે કે નહીં? આવા સંજોગોમાં તેઓ રાજ્યના હિતમાં કેવી રીતે કામ કરી શકે?

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer