12મીએ `બી'' વૉર્ડમાં પાણી પુરવઠાના સમયમાં ફેરફાર

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 9 : મુંબઈના `બી' અને `ઈ' વિભાગની હદમાં રહેલા હેન્કોક બ્રિજને નવેસરથી બાંધવાનું કામ ચાલુ છે. આથી બાબુલા ટેન્ક અને ડોંગરી `બી' પાણી પુરવઠા ક્ષેત્રમાં કોઈ વિઘ્ન વિના પાણી અપાય એ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે. આ માટે ડોંગરી બી ક્ષેત્રના વોટર સપ્લાયના સમયમાં ફેરફાર કરાયો છે.
આ વિસ્તારમાં પરોઢિયે 5-00થી 6-30ને બદલે 12 જાન્યુઆરીએ સાંજે 6-30થી 8-00 કલાકે પાણી અપાશે.
આથી પાલિકાએ નાગરિકોને આની નોંધ લઈને સહકાર આપવાની વિનંતી કરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer