વર્માના ભાવિનો ફેંસલો કરનાર પસંદગી સમિતિમાં જજ એ.કે. સિકરીની નિયુક્તિ

નવી દિલ્હી, તા. 9: સીબીઆઈના વડા આલોક વર્માને આ પદે ચાલુ રાખવા કે કેમ તે વિશેનો ફેંસલો કરનાર સિલેક્શન કમિટીમાં પ્રતિનિધિત્વ કરવા દેશના મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈએ અદાલતના દ્વિતીય સીનિયર મોસ્ટ જજ એ.કે. સિકરીની નિયુક્તિ કરી છે. સમિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાંના વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેનો સમાવેશ થાય છે. વર્માને સીબીઆઈના વડાપદે પુન:સ્થાપિત કરવાનો ચુકાદો આપનારી બેન્ચમાં પોતે સામેલ હોવાથી ગોગોઈએ સમિતિથી ખુદને અળગા રાખ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer