પાકિસ્તાનના મોઘમ ઉલ્લેખ સાથે આર્મી વડા બિપિન રાવતની ચેતવણી

રાજ્યની નીતિ તરીકે પ્રાયોજિત થતો રહેશે ત્યાં સુધી આતંકવાદ નેસ્તનાબૂદ નહીં થાય
 
નવી દિલ્હી, તા.9: જ્યાં સુધી રાષ્ટ્રો આતંકને રાજ્યની નીતિ તરીકે પ્રાયોજિત કરતા રહેશે ત્યાં સુધી આતંકવાદનો સફાયો નહીં થઈ શકે એવી ચેતવણી આર્મીના વડા બિપીન રાવતે, પાકિસ્તાનનો નામોલ્લેખ કર્યા વિના આજે ઉચ્ચારી હતી. આતંકવાદ નવા સ્વરૂપનો વોરફેર બની રહ્યો છે. અહીં રાયસીના ડાયલોગ નામે પેનલ-ચર્ચામાં ભાગ લેતાં બોલતા તેમણે કહ્યું હતું કે આતંકવાદ, અનેક માથાળા દૈત્યરૂપે ફેલાઈ રહેલું દૂષણ છે.
નબળાં રાષ્ટ્રો, અન્ય રાષ્ટ્રોને પોતાનું ધાર્યું કરાવવા સારું દબાણ લાવવા આતંકીઓનો પ્રોક્ષી (અવેજીમાં) તરીકે વાપરી રહ્યા છે એમ જણાવી તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે પાકિસ્તાને તાલીબાનને હંમેશાં તેના વંડામાં રાખ્યા. અફઘાન શાંતિ પ્રક્રિયા વિશે તેમણે કહ્યું હતું કે તાલીબાનીઓ સાથે મંત્રણા થવી જોઈએ પરંતુ કોઈ શરતો વિના.
સોશિયલ મીડિયા પર પણ અંકુશની જરૂર છે, કારણ કે કટ્ટરતાવાદ ફેલાવવાનું તે સ્રોત બની રહ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer