સોલાપુરને દેશનું યુનિફૉર્મ હબ બનાવાશે

સોલાપુરને દેશનું યુનિફૉર્મ હબ બનાવાશે
બેન્ગલુરુ, તા. 9 : કેન્દ્ર સરકારના ટેક્સ્ટાઈલ્સ ડિરેક્ટર સુશીલ ગાયકવાડે સોલાપુરમાં દેશનું યુનિફોર્મ હબ બનવાની સંભાવના છે અને કેન્દ્ર મહારાષ્ટ્રને લક્ષ્ય હાંસલ કરવા માટે બનતી મદદ કરશે એવી જાહેરાત કરી હતી. 
બેન્ગલુરુમાં ભારતના યુનિફોર્મ, ગાર્મેન્ટ એન્ડ ફેબ્રિક મેન્યુફેક્ચર્સ ફેર 2019ની ત્રીજી આવૃત્તિનું તેમણે ઉદ્ઘાટન કર્યા પછી તેઓ બોલતા હતા. આ ફેરનું આયોજન સોલાપુર ગાર્મેન્ટ મેન્યફેક્ચર્સ એસોસિયેશન દ્વારા કરાયું હતું. જે 10મી જાન્યુઆરી સુધી ડૉ. પ્રભાકર કોરે કન્વેન્શન સેન્ટર, પીન્યા મેટ્રો સેન્ટર સામે, યશવંતપુર રેલવે સ્ટેશન નજીક, બેન્ગલુરુમાં સવારે 10થી રાત્રે 9 વચ્ચે ચાલશે.
સોલાપુર ગાર્મેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન દ્વારા મહારાષ્ટ્ર સરકારના ટેક્સ્ટાઈલ્સ વિભાગ સાથે મળીને હાથ ધરેલી આ પહેલની સરાહના કરતાં ગાયકવાડે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર ટેક્સ્ટાઈલ્સ ઉદ્યોગ માટે પ્રગતિશીલ નીતિઓ લાવવા માટે પ્રયત્નશીલ છે. ગાયકવાડ સાથે મહારાષ્ટ્ર ટેક્સ્ટાઈલ્સ વિભાગના મુખ્ય સચિવ  એચ. કે. ગાવિંદરાજ, કેએલઈ સોસાયટીના ચેરમેન અને રાજ્યસભાના સભ્ય ડૉ. પ્રભાકર કોરે, ટેક્સ્ટાઈલ રાજ્ય પ્રધાન અર્જુન ખોતકર, વિભાગના સચિવ અતુલ પટણે આ સમયે હાજર હતા.
આ સમયે શ્રી સોલાપુર રેડીમેડ કાપડ ઉત્પાદક સંઘના પ્રેસિડેન્ટ રામવલ્લભ જાજુ, ફેર 2019ના ચેરમેન નિલેશ શાહ, સંઘના સેક્રેટરી રાજેન્દ્ર કોચર, મફતલાલ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના સીઈઓ પ્રિયવર્ત મફતલાલ, સેલ્સના પ્રેસિડેન્ટ એમ. બી. રઘુનાથ, રેમન્ડ લિ.ના સેલ્સ ડાયરેક્ટર અને સંસ્થાકીય વેચાણના હેડ મનોજ ચંદના, યુનિટેક્સ સિન્થેટિક્સ (આઈ) પ્રા. લિ. (વોકી ટોકી)ના મેનાજિંગ ડાયરેક્ટર અશોક પી. સોલંકી, સ્પર્શફેબ ટેક્સ્ટાઈલ્સ પ્રા. લિ.ના ડાયરેક્ટર વિકાસ તોડી, ક્યુમેક્સ મિલ્સ એલએલપીના સ્થાપક અને નિયુક્ત ભાગીદાર સુનીલ ટિબ્રેવાલ, બૉમ્બે ડાઈંગના પ્રોડક્ટ અને હોલસેલ વેપારના ડીજીએમ સુચેન્દ્ર હંચેટ, મહાવીર ટેક્સ્ટાઈલના સ્થાપક અને ડાયરેક્ટર પ્રકાશ ડાકલિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિ.ના ટેક્સ્ટાઈલ વિભાગના માર્કાટિંગના હેડ વિવેક મહેતા, સિયારામ સિલ્ક મિલ્સ લિમિટેડના સિનિયર જનરલ મેનેજર પ્રદીપ રિંગસિયા હાજર હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer