નયનતારા સહગલ પ્રકરણ : મરાઠી સાહિત્ય મહામંડળના અધ્યક્ષે આપ્યું રાજીનામું

નયનતારા સહગલ પ્રકરણ : મરાઠી સાહિત્ય મહામંડળના અધ્યક્ષે આપ્યું રાજીનામું
મુંબઈ,  તા. 9 : અખિલ ભારતીય મરાઠી સાહિત્ય મહામંડળના અધ્યક્ષ શ્રીપાદ જોશીએ બુધવારે અધ્યક્ષપદેથી રાજીનામું આપતાં સાહિત્ય વિશ્વમાં ખળભળાટ મચી ગયો હતો, પરંતુ સાહિત્ય સંમેલન ન થાય ત્યાં સુધી આ બાબતે નિર્ણય નહીં લેવાય એમ કહેવાય છે. ગુરુવારે (આજે) યોજાનારી બેઠકમાં આ વિશે અંતિમ નિર્ણય લેવાશે. 
11 જાન્યુઆરીએ યવતમાળમાં શરૂ થનાર મરાઠી સાહિત્ય સંમેલનના ઉદ્ઘાટનનું નિમંત્રણ જ્યેષ્ઠ અંગ્રેજી લેખિકા નયનતારા સહગલને મોકલવામાં આવ્યું હતું, પણ આયોજકોએ અકળ કારણસર એ રદ્દ કર્યું હતું એથી સાહિત્યજગતમાં ખળભળાટ મચી ગયો હતો. આયોજકો તરફથી સુરક્ષાના કારણસર નિમંત્રણ રદ કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું એથી સાહિત્યકારો સહિત અનેક ક્ષેત્રના લોકોએ સાહિત્ય સંમેલનનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. આ વિવાદ બાદ સાહિત્ય મહામંડળના અધ્યક્ષ શ્રીપાદ જોશીએ બુધવારે મહામંડળના ઉપાધ્યક્ષ વિદ્યા દેવધરને ઈ-મેઇલ પર રાજીનામું મોકલાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer