તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાયા

તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સૌમિત્ર ખાન ભાજપમાં જોડાયા
પ્રમોદ મુઝુમદાર તરફથી
નવી દિલ્હી, તા. 9 : લોકસભાની આગામી ચૂંટણીના થોડા મહિના પહેલાં જ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના સાંસદ સૌમિત્ર ખાન આજે ભાજપમાં જોડાઈ જતાં ટીએમસીને મોટો ફટકો પડયો છે. પશ્ચિમ બંગાળના વિષ્ણુપુરના સાંસદ સૌમિત્ર ખાન ભાજપના પ્રમુખ અમિત શાહની મુલાકાત બાદ ભાજપમાં સામેલ થવાની જાહેરાત અત્રે પક્ષના મુખ્યાલયમાં કરવામાં આવી હતી. કેન્દ્રના પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પક્ષના મહાસચિવ અરુણ સિંહ અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુકુલ રાયની હાજરીમાં સૌમિત્ર ખાન વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer