રફાલ વિશેના દાવા અંગે સ્પષ્ટતા કરવા મોદીનો કૉંગ્રેસને પડકાર

રફાલ વિશેના દાવા અંગે સ્પષ્ટતા કરવા મોદીનો કૉંગ્રેસને પડકાર
સવર્ણો માટે અનામતનો વડા પ્રધાને કર્યો જોરદાર બચાવ
 
સોલાપુર, તા. 9 (પીટીઆઈ) : આર્થિક રીતે નબળા પરિવારો (સવર્ણો) માટે સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાઓમાં દસ ટકા બેઠકો અનામત રાખવાના ઠરાવને રજૂ કરવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બચાવ કરીને ઉમેર્યું હતું કે લોકસભામાં આ ખરડો પસાર થયો એ હકીકત આ મુદ્દે જુઠ્ઠાણું ફેલાવનારાઓને મજબૂત જવાબ છે.
સોલાપુરમાં ગરીબ પરિવારો માટે 30,000 ઘરો બાંધવાના અને અન્ય પ્રકલ્પોના ભૂમિપૂજન પછી સભાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે રફાલ યુદ્ધવિરામ ખરીદીના પ્રકરણ અંગે આક્ષેપો કરવા પાછળના હેતુ વિશે કૉંગ્રેસે સ્પષ્ટતા કરવી જોઈએ. આર્થિક રીતે નબળા પરિવારોને આરક્ષણ આપવાથી અનુસૂચિત જાતિ અને જનજાતિઓના ક્વોટા ઉપર અસર નહીં પડે. લોકસભામાં ગઈકાલે મંજૂર થયેલો ખરડો જુઠ્ઠાણું ફેલાવનારાઓને ઉત્તર છે. કહેવાતા વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ પાસેથી મળેલી માહિતી અનુસાર રફાલની ફ્રેન્ચ ઉત્પાદક કંપનીના હરીફો માટે તે લોબિઇંગ કરતો હતો. અગાઉની યુપીએ સરકારના શાસનમાં `િમડલમૅન કલ્ચર' (વચેટિયાની સંસ્કૃતિ) પ્રણાલીનો હિસ્સો બન્યું હતું. તેઓએ ગરીબોના અધિકાર છીનવી લીધા હતા અને દેશની સુરક્ષાની સાથે રમત કરી હતી. કૉંગ્રેસ પક્ષે તેના કયા નેતા અગસ્તા વેસ્ટલૅન્ડ હેલિકૉપ્ટરના સોદા સાથે સંડોવાયેલા છે તેની સ્પષ્ટતા કરવી જોઈએ. મિશેલ મામાનો કૉંગ્રેસ સાથે શું સંબંધ છે? તમારા આશીર્વાદથી હું ચોકીદાર લડી રહ્યો છું. ચોકીદાર ઊંઘતો નથી. અંધારું થાય એટલે ચોરોને પકડે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer