દુનિયાના સૌથી અમીર અને એમેઝોનના માલિક બેજોસ 25 વર્ષે પત્નીથી ડિવોર્સ લેશે

દુનિયાના સૌથી અમીર અને એમેઝોનના માલિક બેજોસ 25 વર્ષે પત્નીથી ડિવોર્સ લેશે
ન્યૂ યોર્ક, તા. 10 : દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના સંસ્થાપક જેફ બેજોસે બુધવારે તેની પત્ની મેકેંજી બેજોસ સાથે ડિવોર્સ લેવાની જાહેરાત કરી છે. બંનેએ 25 વર્ષ પહેલાં લગ્ન કર્યાં હતાં પરંતુ તેઓ ઘણા સમયથી એકબીજાંથી અલગ રહેતાં હતાં. આ વિશે ટ્વીટર પર માહિતી આપતાં બેજોસ દંપતીએ એક સંયુક્ત નિવેદનમાં લખ્યું છે કે, અમે લોકોને અમારા જીવનના ઘટનાક્રમ વિશે જણાવવા માગીએ છીએ. અમારા પરિવારજનો અને મિત્રો જાણે છે કે, પ્રેમભર્યા એક લાંબા ટ્રાયલ સેપરેશન પછી અમે ડિવોર્સ લેવાનો નિર્ણય કર્યો છે. અમે આગામી સમયમાં પણ મિત્રોની જેમ જીવન પસાર કરીશું. મેકેંજી એમેઝોનની પહેલી કર્મચારીઓમાંથી એક હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer